જિલ્લા કક્ષાની વાર્તા નિર્માણ સ્પર્ધામાં ઓલપાડની કઠોદરા પ્રાથમિક શાળાનો વિધાર્થી અમર તિવારી પ્રથમ ક્રમે વિજેતા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણ વિભાગ અને જીસીઈઆરટી, ગાંધીનગર પ્રેરિત ‘નિપુણ ભારત’ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ગિજુભાઈ બધેકા બાળ વાર્તા સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળાનાં તેજસ્વી વિદ્યાર્થી અમર કૃષ્ણકુમાર તિવારીએ મિડલ સ્ટેજ (ધો. ૬ થી ૮) વિભાગની વાર્તા નિર્માણ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા અમર તિવારીને તેની ભવ્ય સિદ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ, શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતાં. ઉપરાંત સૌએ આગામી દિવસોમાં અમર ઝોન અને રાજ્ય કક્ષાએ પણ પોતાની શાળા, તાલુકા તથા સુરત જિલ્લાનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
