કરંજખેડ-બોસનીયા ગામે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ-તાપી) : વ્યારા: ગુરૂવાર: તાપી જિલ્લામાં ધામણદેવી- ગારવણ -કલમકુઈ- ધોળકા- જામલીયા- કરંજખેડ-બેસનીયા- પદમડુંગરી- સરા કેવડી રોડ પર તથા કરંજખેડ-બોસનીયા ગામે બ્રીજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાથી વાહન વ્યવહારની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી ઉપરોક્ત માર્ગ પરથી પસાર થતાં વાહનોને અવર-જવર માટે કરંજખેડથી બેસનીયા થઈ તકીઆંબા પ્રાથમિક શાળાથી ધામણદેવી- ગારવણ- કલમકુઈ- ધોળકા- જામલીયા- પદમડુંગરી-સરા કેવડી રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૦૮/૦૮/૨૦૨૦ સુધી અમલમાં રહેશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *