ઉચ્છલ પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઇ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મોજે- ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- પ્રેમ પરેશ પવાર ઉ.વ.૨૨ રહે-બેલદરવાડા નવાપુર, તા.નવાપુર જી.નંદુરબાર (મહા) ને તા.૧૯/૦૧/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ, અહે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઈ, અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
