શિક્ષણ આપણને યોગ્ય દિશા અને વિચારવાની તક આપે છે : IPS અજય કુમાર મીના

Contact News Publisher

HHFMC પબ્લિક સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પાલેજ પાસે માંકણ ખાતે આવેલી HHFMC પબ્લિક સ્કૂલ, સીબીએસઇ અંગ્રેજી માધ્યમની શાળામાં તૃતિય વાર્ષિક નવરસા કાર્યક્રમ યોજાયો હતો. મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. અજય કુમાર મીના (IPS), પ્રોફેસર ડો. કે.એસ.ગુપ્તા, (ડાયરેક્ટર કેએસજી સેન્ટર ફોર ક્વોલેટી માઈન્ડસ બેંગલોર), ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, વાલીજનો, વિદેશથી પધારેલા મહેમાનો તથા સામાજીક આગેવાનો સહિત અન્ય મહાનુભવો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. મહેમાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યા બાદ શાળાનાં આચાર્ય ત્રિશા જોને શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમનાં મુખ્ય વક્તા ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે સંવેદના, સપનાઓ સાથે સંસ્કાર હશે તો જીવન ઉન્નત બનશે. આપણે આ દિશામાં ગતિશીલ રહીએ એવી હું આશા રાખું છું. અત્રે શાળાનાં બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સંસ્થાનાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે ડો. અજય કુમાર મીના (IPS) તથા પ્રોફેસર ડો. કે.એસ.ગુપ્તાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી બાળકોને શિક્ષણ અને ન્યાયનું મહત્વ સમજાવી આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનત બિરદાવી હતી. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: વિજય પટેલ

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *