સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા ગુણસદા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ તા. ૧૬/૦૧/૨૦૨૬ પ્રાથમિક શાળા ગુણસદા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં ગુણસદા શાળાના કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. ઉકાઈ કેન્દ્રના તાલીમ સહાયક કુમારી દિવ્યા ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં પુષ્કળ ઉત્સાહ જોવા મળ્યો. સદર કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
