ભાંડુત ગામનાં વતની અને કોબા પ્રાથમિક શાળાનાં યુવા આચાર્ય ધર્મેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડથી સન્માન થયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભાવનગરનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા મકરસંક્રાંતિનાં પાવન દિવસે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓનાં શ્રેષ્ઠ અને પ્રતિભાવંત શિક્ષકોને પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર એવોર્ડ માટે રાજ્યનાં જિલ્લાદીઠ પસંદગી પામેલ પ્રતિભાવંત ૩૪ શિક્ષક ભાઈ-બહેનો પૈકી સુરત જિલ્લામાંથી ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ધર્મેન્દ્ર પટેલને પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે તેમને શિવકુંજ આશ્રમ અધેવાડાનાં પૂજ્ય સંત સીતારામબાપુ તથા ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે રોકડ પુરસ્કાર ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી, સુંદરકાંડ પુસ્તક વગેરેથી નવાજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજ્યનાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા હોદ્દેદારો સહિત સ્થાનિક તાલુકાનાં શિક્ષક ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

છેલ્લાં ૨૫ વર્ષથી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે ખૂબ ગૌરવવંતા ગણાયેલા એવાં પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડનાં હકદાર બનેલાં ઓલપાડ તાલુકાનાં ગૌરવસમા શિક્ષક અને આચાર્ય ધર્મેન્દ્ર પટેલને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સીઆરસી કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કોબા ગામનાં સરપંચ દિલીપ પટેલ સહિત સમગ્ર ઓલપાડ તાલુકાનાં શિક્ષકગણ અને મિત્રમંડળે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *