સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ 

0
IMG-20260110-WA0024
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો ખાનગી બાતમીદારો રોકેલ હોય અને તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધરે તપાસ ચાલુ હોય આજરોજ સાથેના અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ અને અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે સુરત ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઉમંગભાઇ રમેશભાઇ કાનાણી રહે,જી/૫૦૧ ગ્રીન વેલી વાલક પાટીયા વાલકગામ સુરત શહેર મુળ વતન ગઢાળી ગામ તા.ગઢડા જી.બોટાદ નાને તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ અને અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજી તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other