રસ્તા પર આમતેમ ભટકતા માનસિક રીતે અસ્થિર વૃદ્ધાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ ટીમ બારડોલી

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે એક વૃદ્ધા લગભગ ચાર પાંચ દિવસથી અહીંયા આમ તેમ ભટકે છે તેથી તેમના માટે મદદની જરૂર છે.
કોલ આવતાની સાથે જ 181 અભયમ બારડોલી ટીમનાં કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ચૌધરી અને પાયલોટ અક્રમભાઈ તત્કાલિક ઘટનાસ્થળ પર પહોચે છે અને ત્યા હાજર વૃદ્ધા સુધી પહોચી જોયું તો વૃદ્ધા રસ્તા પર બેઠા હતાં તેમની પાસે જઈ ટીમ દ્વારા વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ વૃદ્ધા માનસિક રીતે અસ્થિર જણાતા હોય તેથી તેઓ સતત અપશબ્દ બોલતા હોય અને સરખો પ્રત્યુતર આપતાં ના હોય અને વૃદ્ધા કડકડતી ઠંડીમાં રસ્તા પર આમતેમ ભટકતા હોય માટે વૃદ્ધાને આશ્રયની જરૂર જણાતા ટીમ દ્વારા વૃદ્ધાને નજીકનાં આશ્રય ગૃહમાં સુરક્ષિત આશ્રય અપાવેલ.. આમ એક વૃદ્ધા રસ્તા પર ભટકતું જીવન જીવવા કરતાં સરખું અને સારી રીતે સુરક્ષિત જીવન જીવે તે માટે અભયમ ટીમ દ્વારા વૃદ્ધા ને સુરક્ષિત રીતે આશ્રય ગૃહમાં આશરો અપાવેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *