ભારત વિકાસ પરિષદના ‘અમૃત્તમ’ કાર્યકર્તા સંમેલનમાં VNGUના વિધાર્થીઓ દ્રારા આદિવાસી નૃત્યની મનોહર રજૂઆત

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ભારત વિકાસ પરિષદ પ્રશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા)દ્રારા આયોજિત ‘અમૃત્તમ’ કાર્યકર્તા સંમેલન તા:૦૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતના કનવેશન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પશ્ચિમ શ્રેત્રના વિવિધ રાજ્યમાંથી આવનાર પ્રતિનિધિઓ દ્રારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોની રજુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ વિભાગના પ્રાધ્યાપક ડો. જીતેન્દ્ર વસાવાના માર્ગદર્શન હેઠળ આદિવાસી નૃત્યની અસરકારક રજુવાત કરવામાં આવી હતી. આ નૃત્ય કૃતિમાં આદિવાસી સમુદાયની પરંપરાગત જીવનશૈલીને પ્રતિબિબિત કરતી ખેતી કરવાની પદ્ધતિ, ખેતીના દેવિતાઓનું પૂજન, ઉપજેલા પાકને પ્રકૃતિક દેવો તથા કુળદેવીને અર્પણ કરવાની પરંપરાગત, તેમજ લગ્ન સંસ્કાર જેવી મહત્વપૂર્ણ બાબતોનું ક્લાત્મક રિતે પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં સાથે ચાંગી ઢોલ, છીબલી (ટોપલી) તથા પ્રકૃતિક અને કુળદેવી યાહામોગીમાતાની પૂજા માટે ઉપયોગમાં લેવાતા હિજારી ખેતીના સાધનોની ઉપયોગ કરીને નૃત્યને વધુ જીવંત અને આકર્ષણ બનાવ્યું હતું. આ પ્રસ્તુતિને કાર્યક્રમના આયોજકો તેમજ ઉપસ્થિત શ્રોતોઓ દ્રારા ખુબ જ પ્રશંસા મળી હતી. શ્રોતોઓએ વિદ્યાર્થીઓ સાથે ફોટોગ્રાફી કરી તથા તેમની સાથે સંવાદ સાઘી આશીર્વાદ આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના માનનીય કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. એમ. એન. ગાયકવાડ તથા રૂરલ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડો. દિપક ભૌયેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *