વ્યારા નગર પાલિકાના આરોગ્ય વિભાગની ગંદકી કરનારાઓ ઉપર લાલ આંખ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર પાલિકાના આરોગ્ય વિભાગે નગરમાં ગંદકી ફેલાવી જાહેર આરોગ્ય ઉપર જોખમ વધારનારાઓ ઉપર લાલ આંખ કરી છે. વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસરશ્રી, સબ સેનેટરી ઈન્સ્પેકટર અને સુપરવાઈઝરો દ્વારા નગરમાં ચેકિંગ શરૂ કરી ગંદકી ફેલાવનારાઓ ઉપર દંડનો કોરડો વીંઝાય રહ્યો છે. નગરમા ગંદકી કરતા ઈસમો સામે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે જેથી નગરજનો સ્વચ્છતા અંગે વધુ જાગૃત બને.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો
