પરીવારથી વિખોટા પડેલા કિશોરને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી સોનગઢ પોલીસ

0
Screenshot_20251223_154042_Samsung Notes
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  એન.એસ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, સોનગઢ પો.સ્ટે.ના માર્ગદર્શન મુજબ અ.હે.કો. દિનેશભાઇ સુપડીયાભાઇ પાડવી, અ.પો.કો. જયદિપભાઇ રાકેશભાઇ વસાવા તેમજ અ.પો.કો. યોગેશભાઇ સુરેશભાઇ સામુદ્રે સાથે ખાનગી વાહનમાં મલંગદેવ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે રાસમાટી ગામ ખાતે એક કિશોર જે ખુબ ટેન્શનમા આમ તેમ ફરી રહેલ છે અને રડી રહેલ હોય જેથી સાથેના પોલીસ માણસો સાથે એની પાસે જઇ તેના સાથે વાત કરી તેનુ નામ ઠામ જાણવા કોશીશ કરતા તે કોઇ યોગ્ય જવાબ આપતો ન હોય અને ખુબ ગભરાયેલ જણાતો હોય જેથી તેને એક જ્ગ્યાએ શાંતિથી બેસાડી પાણી પીવડાવી જમાડી બાદ આ કિશોરને શાંતિ અને પ્રેમથી વાત કરતા તે અહિં કેમ ફરી રહેલ છે તથા તેના પરિવાર બાબતે પુછતા તેણે પોતાનુ નામ પપ્પુ વિજયકુમાર રાજપુત ઉ.વ.૨૨ રહે.ખરવા પારસા ગામ, થાના કુનવા ચેનપુર, જી.મોતીહારી પુર્વિચંપારણ (બીહાર રાજ્ય) નો જણાવતો હોય અને મિત્રો સાથે મુમ્બઇ ખાતે મજુરી કામે આવેલ અને ત્રણેક માસ પહેલા પરત તેના ઘરે જવા નીકળેલ હોય અને તેને વાચતા લખતા આવડતુ ન હોય જેથી ભુલમાં બીજી રેલ્વેમાં બેસી રખડતા ભટકતા અહી સુધી આવી ગયેલ હોવાની હકીકત જણાવેલ અને તેને પરિવારના કોઇ મોબાઇલ નંબરની ખબર ન હોય જેથી અ.પો.કો. ગોપાલભાઇ કાળુભાઇ વળીયા તેમજ અ.પો.કો. અર્જુનભાઇ નારાયણભાઇ વળવીએ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસનો ઉપયોગ કરી કિશોરના બિહાર રાજ્ય ખાતે રહેતા તેમના વાલી વારસનો સંપર્ક કરી કિશોરનો કબ્જો તેના પિતાને સોપી પોતાના પરીવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો સાચો સેવક છે કેહવતને સાર્થક કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

1. એન.એસ.ચૌહાણ, પોલીસ ઇન્સપેક્ટરશ્રી,

2. અ.હે.કો. દિનેશભાઇ સુપડીયાભાઇ પાડવી

3. અ.પો.કો. જયદિપભાઇ રાકેશભાઇ વસાવા

4. UPC અર્જુનભાઈ નારાયણભાઈ વળવી,

5. UPC ગોપાલકુમાર કાળુભાઇ વળીયા,

6. અ.પો.કો.યોગેશભાઇ સુરેશભાઇ સામુદ્રે,

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other