સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા નર્મદા જિલ્લામાં બે દિવસીય પરિસંવાદનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીક પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે “માછલી રોગોની ઓળખ અને જાળવણી” વિષય ઉપર બે દિવસીય પરિસંવાદનુ તા. ૧૯ અને ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ છે. સદર કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસગે રાજપીપળાના મત્સ્યોધોગ અધિક્ષકશ્રી રીતેશ ચૌધરી, મદદનીશ મત્સ્યોધોગ અધિક્ષકશ્રી ડૉ ધ્રુવ દવે તેમજ રાજપીપળાના મંડળીના મંત્રીશ્રી યોગેશભાઈ, મંડળીના પ્રમુખ સુકાભાઈ વસાવા તેમજ મંડળીના સભ્યોશ્રી અને એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીકમાં જૂનિયર રીસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતા શ્રી સાગર ઢીંમર હાજર રહ્યા હતા તેમજ સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના સિનિયર રિસર્ચ આસિસટન્ટ, ડૉ રાજેશ વસાવા હાજર રહ્યા હતા તેમજ નર્મદા જીલ્લાના માછીમારી સાથે સંકળાયેલા મત્સયખેડૂતો ૨૬ જેટલા હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન શ્રી સાગર ઢીંમર દ્વારા માછલીમાં થતા રોગોની ઓળખ, તેના લક્ષણો, અસરગ્રસ્ત માછલીની પ્રજાતિ, સારવાર, આરોગ્ય વ્યવસ્થાપન અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ ડૉ રાજેશ વસાવા દ્વારા મીઠાપણાના માછલી ઉછેર માટે પાણીના ગુણવતાની જાળવણી વિષય ઉપર જરૂરી માર્ગદશન આપવામાં આવ્યુ હતુ. સમર્ગ કાર્યક્રમ સેન્ટરના હેડ, ડૉ સ્મિત આર લેન્ડેના માર્ગદશન હેઠળ પુરુ પાડવામાં આવ્યુ છે. અંતમાં મત્સયખેડૂતો દ્વારા કાર્યક્રમથી મળેલ માહીતી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
