રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. : – રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત તા. ૧૯ના રોજ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ નોંધાવશે. સવારે ૧૦.૩૦ કલાકે સુમુલ ડેરી શિત કેન્દ્ર સંકુલ, ઉચ્છલ ખાતે યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તથા પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવશે. તે પહેલાં તેઓ સોનગઢ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે ૮.૩૦ કલાકે આયોજિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, ખેડૂતભાઈઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
