ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે 18મી ડિસેમ્બરે ‘સામાજિક સમરસતા સેમિનાર’ યોજાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૧૭. :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આજે તા. ૧૮ના રોજ જિલ્લા કક્ષાના ‘સામાજિક સમરસતા સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવાનો છે.

કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની શૈક્ષણિક-આર્થિક ઉત્કર્ષ, આવાસિય યોજના, આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ અન્ય તમામ અમલિકૃત યોજનાઓ વિશે નિષ્ણાંતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *