વ્યારામાં ૧૬મી ડિસેમ્બરે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પ્રેરણાદાયી નાટ્ય પ્રસ્તુતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. :- ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત ભવ્ય નાટ્ય પ્રસ્તુતિનો કાર્યક્રમ મંગળવાર, તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ બપોરે ૧ કલાકે શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટ્સ તથા શ્રીમતી જે.કે. શાહ અને શ્રી કે.ડી. શાહ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે યોજાશે.
આ નાટ્ય પ્રસ્તુતિ દ્વારા એકતા અને દેશભક્તિના ભાવને ઉજાગર કરીને સરદાર સાહેબના જીવનમૂલ્યો, આદર્શો, વિચારો તેમજ દેશને એકતાંતણે જોડવા માટે તેમના બહુમૂલ્ય યોગદાનને તાપી જિલ્લાના યુવાનો, મહિલાઓ, વડિલો, વિદ્યાર્થીઓ સહિત જનજન સુધી પહોંચાડવાનો પરિણામલક્ષી પ્રયાસ કરાશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
