ડોલવણના પાટી ખાતે ડેઈલી ફ્રિ યોગાની ૧૬મા દિવસમાં એન્ટ્રી આજુબાજુના જાહેર જનતાને લાભ લેવા અનુરોધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના પાટી ભાણપુર ફ. ખાતે કુંથીયા ટાંકા ખાતે આવેલ તાલુકા શિક્ષક ભવનના હોલમાં સુરેશભાઈ ગામીતના નેજા હેઠળ “યોગ સાધના ”ગૃપ દ્વારા તા. ૨૨-૧૧-૨૦૨૫થી યોગાસન અને પ્રાણાયમ શરૂ કરવામાં આવેલ છે.

શિયાળાની સીઝન હાલ પુરજોશમાં ચાલુ થઈ છે તેવા સમયે યોગાસન અને પ્રાણાયામ દ્વારા સ્કુર્તિમય, તાજગી ભરી સવાર અને તંદુરસ્ત જીવન રાખવા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ એવરી ડે યોગામાં નવયુવાનો, આધેડો સહિત યોગ વિદ્યાની મદદથી પેટની ચરબી ઘટાડવા, ઓબેસીટી, પેટની તકલીફો, શરદી સળેખમ, ડાયાબીટીશ, પ્રેશર, અસ્થમાં સહિત અસંખ્ય બિમારીમાં રામબાણ ગણાતા યોગાસનો, પ્રાણાયામ સાથે ઉત્થિત પાદાસન પવન મુકત્તાસન, સેતુ બંધાસન, કટી ચાલન, નૌકાસન, મુંડાકાસન, તાડાસન, વજાસન, અર્ધ કટી ચક્રાસન, ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ વિલોમ, કપાલ ભાતિ અને જરૂર જણાય તેને વમન ક્રિયા, જળનીતિ, સીધા નિરીક્ષણ હેઠળ કરાવવામાં આવે છે. જેથી ડોલવણ પાટી સહિત આજુબાજુના લોકોને તેનો લાભ લેવા યોગ સાધના ગૃપ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *