વ્યારા ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામ કામગીરીને કારણે ૧૭ થી ૨૧ નવેમ્બર સુધી ટેસ્ટ કામગીરી બંધ રહેશે
Contact News Publisher
R(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. એ.આર.ટી.ઓ. કચેરી વ્યારા કચેરી ખાતે તા. ૧૭ નવેમ્બર થી ૨૧ નવેમ્બર ૨૦૨૫ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર સમારકામનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી તાત્કાલિક રીતે બંધ રહેશે
આ દરમ્યાન જેમની તરફથી અગાઉથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ લેવામાં આવી છે, તેમની એપોઈન્ટમેન્ટ રી-શિડ્યુલ કરવામાં આવી છે. નવી એપોઈન્ટમેન્ટની માહિતી નોંધાયેલ મોબાઈલ નંબર પર એસ. એમ. એસ. મારફતે આપવામાં આવશે.
તેથી, સર્વ અરજદારો તથા જનતાને તેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો
