તાપી જિલ્લામાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨- ભારતના ચુંટણીપંચના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્રથી તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે કાર્યક્રમની સમયસુચિ અંતર્ગત ગણતરીનો સમયગાળો તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી તા.૦૪/૧૨/૨૦૨૫(ગુરૂવાર) નક્કી કરવામાં આવેલ છે. સદરહું સમયગાળા દરમિયાન બી.એલ.ઓ દ્વારા દરેક મતદારના નિવાસે જઈ ગણતરી ફોર્મની વહેચણી કરીને ભરેલા ગણતરી ફોર્મ પરત મેળવવાની કામગીરી કરશે.
ઉકત કામગીરી દરમિયાન કોઈ મતદારનું ગણતરી ફોર્મ મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી જાય તેવા કિસ્સામાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી,ગાંધીનગર તરફથી મળેલ સુચના મુજબ તા.૧૫/૧૧/૨૦૨૫ (શનિવાર) અને તા.૧૬/૧૧/૨૦૨૫ (રવિવાર) તથા તા.૨૨/૧૧/૨૦૨૫ (શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫ (રવિવાર)ના રોજ઼ ખાસ કેમ્પનું આયોજન કરવા નક્કી કરવામાં આવેલ છે. આ દિવસે તાપી જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત મતદાનમથક પર સવારે ૦૯.૦૦ કલાકથી બપોરે ૦૧.૦૦ કલાક સુધી હાજર રહેશે. ઉકત દિવસોએ જે મતદારોનું ગણતરી ફોર્મ મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી ગયેલ હોય તે મતદાર સંબંધિત મતદાન મથકની મુલાકાત લઈ ત્યાં હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ગણતરી ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન બી.એલ.ઓની મદદથી મેંપિંગ લિન્કિંગ કરાવી શકશે. તથા જે મતદારોનું નામ અથવા માતા-પિતા/દાદા દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજુ કરવા તે અંગે બી.એલ.ઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકાશે. જેની જાહેર જનતાને જાણ થવા તેમજ નજીકના લોકોને પણ આ બાબતની જાણકારી આપી સહકાર આપવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,, તાપી-વ્યારા દ્વારા અપીલ કરવામાં આવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
