રાજ્યપાલશ્રીએ માણેકપુરની સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે બાળકો સાથે સંવાદ કર્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક કૃષિ સંવાદ અનુસંધાને ઉચ્છલ તાલુકાના માણેકપુરની શાળાના એક ઓરડામાં આચાર્ય દેવવ્રતજી રાત્રિ રોકાણ કરવાના છે. શાળાના કેમ્પસમાં આચાર્ય દેવવ્રતજીને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપતા શાળાના બાળકોએ કુતૂહલવશ નિહાળ્યું હતું. ત્યાર બાદ ધો.૧ થી ૮ના ભૂલકાઓ સાથે વાતચીત કરી હતી. બાળકોએ કાલીઘેલી ભાષામાં એક સૂરમાં રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ પણ બાળકોને આવકારી ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *