જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ઉચ્છલના તાલુકાના ભડભૂંજા ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત

0
IMG-20251110-WA0019
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતિય ગૌરવ રથયાત્રા ઉચ્છલના ભડભૂંજા ગામે આવી પહોંચી હતી.

આ જનજાતિય ગૌરવ રથયાત્રા સહીત રથ યાત્રા સાથે જોડાયેલ આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ.જયરામભાઈ ગામીતનું ગ્રામજનો, આગેવાનો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનમાં ભગવાન બિરસા મુંડાજીની આઝાદી માટેના બલિદાન અંગે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે અમલીત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે વ્યારા વિધનાસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયે રથયાત્રાને આગળના મુકામે જવા પ્રસ્થાન કરવી હતી.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *