તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

0
IMG-20251109-WA0023
Contact News Publisher

.આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતીમાં વ્યારા ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી

મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજ્સ્વી તારલાઓ, તથા વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનો, રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા સાથે વિવિધ યોજના ક્યાં લાભોના લાભો વિતરણ કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 09.bરાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષને રાજ્યભરમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉજવણી પ્રસંગે તાપી જિલ્લાના વ્યારા તાલુકા મથકે આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રમત ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવા, મહુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોઢિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, વ્યરાનગર પાલિકાના પ્રમુખશ્રી રિતેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદારશ્રી જયંતસિંહ રાઠોડ, વ્યારા નગરપાલિકાના આગેવાનોની ઉપસ્થિતીમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ જેટલી નાની ઉંમરે દેશ માટે પોતાનુ જીવન અર્પણ કરનાર અને સમગ્ર આદિવાસી સમાજના મહાવિભુતિ એવા ભગવાન બિરસા મુંડા અંગે સમગ્ર દેશ ગર્વ લે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૧૫મી નવેમ્બરને જનજાતિય દિવસ અને આ વર્ષને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના શૂરવીરોને યાદ નહી કરીએ તો આપણો ગૌરવવંતો ઇતિહાસ વિસરાય જશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે વર્તમાન સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમા મુકી રહી છે. આદિવાસી સમાજના યુવાનો ભણતર મેળવી સમાજને નવી દિશા પ્રદાન કરે તે માટે દેશની સૌ પ્રથમ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાકરવામાં આવી છે.

આ તકે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઇ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગત ૦૭ ઓક્ટોબરે વલસાડના ઉમરગામ થી પ્રસ્થાન કરી આજે ત્રીજા દિવસે તાપી જિલ્લાના વ્યારા ખાતે આ ગૌરવ રથ આવી પહોંચ્યો છે ત્યારે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ રથયાત્રા દ્વારા સમાજના અંતરિયાળ વિસ્તાર સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો અને માહિતી પહોંચાડવાનો છે.વર્તમાન સરકારે આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓ ઘડી છે જેના અંગે આપણે સૌએ અવગત થવાની સાથે સાથે આપણી પરંપરા અને સંસ્કૃતિ ટકાવી રાખવીની જરૂર છે.

તેમણે વધુમા ઉમેર્યું કે, આગામી વર્ષોમાં ભારતને વિકસીત બનાવવાનો છે ત્યારે આદિવાસી સમાજનું સક્રિય યોગદાન પણ મહત્વનુ સાબિત થશે. અંતે તેમણે સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક ચિજવસ્તુઓ જ ખરીદવા ભારપુર્વક આગ્રહ કર્યો હતો.

ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા સૌ મહાનુભાવો અને વ્યારા નગરવાસીઓને આવકારી લીધા હતા.

કાર્યક્રમમા મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજ્સ્વી તારલાઓ, અગ્રણીઓ, તથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા વિવિધ યોજનાકીય લાભો એનાયત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધનિય છે કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે ત્યારે 10 ઓક્ટોબર સાવરે આ રથ સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડા જવા રવાના થશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *