ડાંગના વઘઈ ખાતે શ્રીઅન્ન ઉત્પાદન તકનીક, મૂલ્યવર્ધન અને નિકાસની સંભાવનાઓ વિષય પર ખેડૂત શાળા તાલીમ

0
IMG-20251105-WA0005
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરત અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ (ડાંગ), નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ડાંગના વઘઈ ખાતે શ્રીઅન્ન ઉત્પાદન તકનીક, મૂલ્યવર્ધન અને નિકાસની સંભાવનાઓ વિષય પર બે દીવસીય (તા. ૦૪-૦૫ નવેમ્બર ૨૦૨૫)  ખેડૂત શાળા તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO), રોમ અને ભારતીય જુવાર સંશોધન સંસ્થાન (IIMR), હૈદરાબાદ દ્વારા અનુદાનિત પ્રોજેક્ટ હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. તાલીમ  કાર્યક્રમમાં અંદાજે ૪૦(ચાલીસ) જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં અધ્યક્ષ એવા ર્ડા. સી. તારા સત્યવથી, ડાયરેક્ટર, આઈઆઈએમઆર, હૈદરાબાદ, ર્ડા. રોમિયો લાબીઓસ અને  ર્ડા. આશિષ કુમાર, ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ર્ડા. શોભાન રાજા, ICRISAT, હૈદરાબાદ  ઓન લાઈન માધ્યમથી જોડાયા હતા. તથા ર્ડા. બી. ગંગયાહ, આઈઆઈએમઆર, હૈદરાબાદ, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર ના વડા ર્ડા. બી. કે દાવડા, હલકા ધાન્ય સંશોધન કેદ્ર ના વડા ર્ડા. પી. એ. વાવડીયા, કૃષિ મહાવિદ્યાલઈ ના આચાર્ય, ર્ડા. એ. પી. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ર્ડા. જે. બી. ડોબરિયા કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ર્ડા. કેતન કણજારિયા દ્રારા મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનુ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના, સંશોધન વૈજ્ઞાનિક, (FAO પ્રોજેક્ટ ઇન ચાર્જ) ર્ડા. એચ. ઈ. પાટીલે સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું કે હલકા ધાન્યોમાં નાગલી અને વરી તો મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ કાંગ પણ હવે પોષક તત્વોથી ભરપૂર આ ધાન્ય પાકની વિશેષ માંગ છે. જે પૈકી હલકા ધાન્ય પાકોના ઉત્પાદનમાં ભારત અગ્રેસર રહી શકે  છે તેથી ખેડૂતોએ ખેતીમાં હલકા ધાન્ય પાકોમાં બંટી અને કાંગ નું પણ વાવેતર કરવું જોઈએ. તાલીમ કાર્યક્રમના અધ્યક્ષ તથા નિયામકશ્રી, આઈ. આઈ. એમ. આર., હૈદરાબાદ, ડૉ. સી. તારા સત્યવતીએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે હાલની ખેતી પદ્ધતિમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને સુધારેલા તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન તેમજ ગુણવત્તાવાળી ઉપજ મેળવવી શક્ય છે. તેમણે ખેડુતોને શ્રીઅન્નપાકો માટે સુધારેલી જાતો, યોગ્ય પોષકતત્વ વ્યવસ્થાપન, યાંત્રિકીકરણ અને મૂલ્યવર્ધન પ્રક્રિયાઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા. ડૉ. સી. તારા સત્યવથીએ જણાવ્યું કે શ્રીઅન્ન પાકો માત્ર પોષણ સુરક્ષા જ નહીં પરંતુ આવકમાં વૃદ્ધિ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે ખેડુતોને તાલીમ કાર્યક્રમમાંથી વધુમાં વધુ જ્ઞાન મેળવવાની અને તે પોતાના ખેતર સ્તર પર અમલમાં લાવવાની સલાહ આપી તથા તાલીમ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.

ડૉ. બી. ગંગૈયાહ, મુખ્ય વૈજ્ઞાનિક, આઈ. આઈ. એમ. આર., હૈદરાબાદે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે શ્રીઅન્ન (મિલેટ) પાકો માટે આધુનિક ખેતી તકનીકો, પ્રક્રિયા તથા મૂલ્યવર્ધન ક્ષેત્રે અનેક નવીન તકનીકો ઉપલબ્ધ છે. તેમણે ખેડૂતોને શ્રીઅન્ન મિશન હેઠળ ઉપલબ્ધ વિવિધ સહાય, તાલીમ અને માર્કેટ લિંકેજનો લાભ લેવા અનુરોધ કર્યો. ડૉ. ગંગૈયાહે ઉલ્લેખ કર્યો કે નાના ધાન્ય પાકો માત્ર પોષણ અને આરોગ્ય માટે નહીં પરંતુ આર્થિક રીતે પણ ખેડૂતો માટે લાભદાયી બની શકે છે, જો તેનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવે. ડૉ. બી. કે. દાવડા, સંશોધન વૈજ્ઞાનિક (જુવાર) તથા વડા, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરતે જણાવ્યું કે શ્રીઅન્ન પાકો (મિલેટ્સ) ઓછી ફળદ્રુપ જમીન, વિશમ આબોહવાકીય પરિસ્થિતિ અને ઓછા પાણી જેવી પરિસ્થિતિમાં પણ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. તેમણે જણાવ્યું કે  જો આ પાકો સારી ફળદ્રુપ જમીનમાં સુધારેલી ખેતી તકનીકો અને ઉચ્ચ ઇનપુટ પદ્ધતિઓથી ઉગાડવામાં આવે, તો તેના પૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી વધુ ઉપજ તથા ઊંચી આવક મેળવી શકાય છે.  ડૉ. દાવડાએ ખેડુતોને શ્રીઅન્નની ખેતીને વેપારિક દૃષ્ટિએ વિકસાવવા પ્રોત્સાહિત કર્યા. કૃષિ મહાવિદ્યાલઈ ના આચાર્ય ર્ડા. એ. પી. પટેલે જણાવ્યું કે પહેલાના સમયમાં ભોજનમાં જુવાર, બાજરી, નાગલી, વરી, બંટી, કાંગ, મોરીયો વગેરે જેવા પાકોનો વિશેષ ઉપયોગ થતો જે આરોગ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે. પરંતુ વર્તમાનમાં તેને આહારમાં ઓછુ સ્થાન અપાય છે અને તેનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રોમાં ઓછાવતા અંશે  થાય છે. જેનું મુખ્ય કારણ પ્રચાર પ્રસારનો અભાવ છે. ખેડૂતો પણ તેના વાવેતરમાં વધુ રસ લેતા નથી. પરંતુ વૈશ્વિક સ્તરે દિવસે દિવસે આ પાકોની માંગ વધી રહી છે. જેને અનુરૂપ ખેડૂતોએ તેના વાવેતરમાં રસ લેવો જોઈએ. માટે તેનો આહારમાં વધુ ઉપયોગ કરી શકાય. તેમજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આ પાકોની માંગ પણ દિવસે દિવસે વધી રહી છે. તે માટે ખેડૂતોને આ ધાન્ય પાકોની ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વડા ર્ડા. પી. એ. વાવડીયાએ રંભાસ અને રાજેન્દ્રપુર ફાર્મ ખાતે નાગલી, વરી, કાંગ, ચીણો, બંટી અને કોદરા જેવા મિલેટ પાકોની ખેતી પદ્ધતિના માર્ગદર્શન-નિદર્શન માટે મિલેટ વાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ર્ડા. કેતન કણજારીયા દ્રારા મહાનુભાવો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકનો આભાર વ્યકત  કરવામાં આવ્યો હતો.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other