તાપી જિલ્લાના વાજબી ભાવની દુકાનોના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા અનુરોધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં રજુઆતનાં સંદર્ભે વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓનાં આવેદન પત્રની કુલ-૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવી છે. નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પુર્ણ કરી છે.

જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other