કામોસમી વરસાદી નુકસાન બાદ તાપી જીલ્લાના વહીવટી તંત્ર દ્રારા કુલ ૧૨૮ સર્વે ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત

Contact News Publisher

તાપી જિલ્લામાં કામોસમી વરસાદી નુકસાન બાદ વહીવટી તંત્ર દ્રારા તમામ તાલુકાઓમાં સર્વે કામગીરી તેજગતિએ

ખેડૂત હિતને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકારના નિર્દેશ મુજબ કુલ ૧૨૮ સર્વે ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૩. ઓક્ટોબર-૨૦૨૫ ના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે તાપી જિલ્લાના અનેક વિસ્તારોના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે.

તાપી જિલ્લાના ૦૮ તાલુકાઓ વ્યારા, વલોડ, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા, સોનગઢ, ઉકાઈ અને ડોલવનના કુલ ૫૧૮ ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, તુવેર, મકાઇ, કપાસ, તેમજ શાકભાજી જેવા પાકોને ભારે નુકશાન થવા પામ્યુ છે.

પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની કુલ ૧૨૮ ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.આ ટીમો ગામ-ગામની મુલાકાત લઇ સરપંચશ્રી, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે કામોસમી વરસાદના કારણે તાપી જિલ્લાના ૫૧૮ ગામોના અંદાજિત ૧ લાખ ૧ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં નુકસાની નોંધાય છે. તમામ નુકશાનગ્રસ્ત ગામોમાં ખેતીવાડી વિભાગની કુલ ૧૨૮ ટીમો દ્વારા ઝડપથી સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. ગત તારીખ ૨ ઑક્ટોબર સાંજ સુધીમાં સર્વે ટીમ દ્વારા અંદાજિત ૨૨ હજાર હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર પાક નુકશાનીના પ્રાથમિક સરવે માટે પંચ રોજકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જે આજ ૩ ઑક્ટોબરના સાંજ સુધી સરવે પૂર્ણ થઈ જશે.

વધુમાં ઉમેર્યું હતું કે સર્વે અને પંચ રોજકામની કામગીરી પૂર્ણ થયેથી તમામ ગામોના નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આતુવશે. ત્યાર બાદ સરાકર માંથી ચૂકવણા માટે જે માર્ગદર્શન સૂચનો મળશે તે મુજબ જિલ્લા માંથી પાક નુકશાની અંગે ચૂકવણું કરવામાં આવશે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other