તાપી જિલ્લાની રૂમકીતલાવ 108 દ્વારા અતિ જોખમી સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવાઈ

Contact News Publisher

રૂમકીતલાવ ૧૦૮ એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામનો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના રૂમકિતલાવ લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામમાં રહેતા રાહુલભાઈ વસાવાની પત્નીને અતિ જોખમી પ્રેગનન્સી હોવાના કારણે (VHR,BMI ઓછું)સગર્ભા ને ચિતપુર ગામથી સિવિલ હોસ્પિટલમા વ્યારા લઈ જતા હતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધન ની તૈયારી કરી ને ઇએમટી જયશ્રી ઠાકરે અને પાયલોટ મહેશ વળવી એમ્બ્યુલન્સની રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વ્યારામાં ૧૦૮ દ્વારા પહોંચાડવામાં આવ્યા. દર્દી અને તેના સગા સંબંધીઓએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી રૂમકિતલાવ 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other