પતિના ત્રાસથી કંટાળેલી પલસાણા વિસ્તારની પરણિતાએ 181 અભયમનો સહારો લીધો

181

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, પલસાણા) : સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાંથી એક પરણીતાનો 181 અભયમમા કોલ આવેલ અને જણાવેલ કે પતિ કામ ધંધો કરતા નથી અને વ્યસન કરીને તેમનાં મિત્રોને ઘરે લઈ આવે છે. તેમના મિત્રો સાથે વ્યસન કરી મને હેરાનગતિ કરે છે. જેથી 181 અભયમની ટીમનો સહારો લઇને પોતાના પતિની શાન ઠેકાણે લાવી.

આ અંગે 181 અભયમની ટીમ સ્થળ પર તાત્કાલિક પહોંચી પરણિતાનો સંપર્ક કરીને પીડિતાની આપવીતી સમજી હતી. જેમાં પીડિતાના જણાવ્યા મુજબ પિડીત બહેને તેમનાં પતિ સાથે સમાજના રિત રિવાજ મુજબ લગ્ન કર્યા છે. લગ્નના ત્રેવીસ વર્ષ થયેલ છે. સંતાનમા ત્રણ બાળકો છે. પિડીત બહેનના પતિ ડ્રાઇવરનું કામ કરે છે. પિડીત બહેન તેમનાં સંતાનો સાથે રહી ઘરકામ કરે છે. તેણીનો પતિ કોઈક દિવસ કામ કરે છે. પરંતુ ઘરમાં જરૂરિયાતોની વસ્તુઓ લઈ આવતા નથી અને તેમનાં મિત્રોને ઘરે લઈ આવે છે. તેમની સાથે બંને વ્યસન કરે છે. અને પિડીત બહેનને તેમના પતિ અપશબ્દો બોલી ગાળાગાળી કરે છે. તેમનાં મિત્રોને કામ વગર વારંવાર ઘરે લઈ આવે છે. જેથી પિડિતા બહેન શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળીને અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો જેથી પતિનું કાઉન્સિલગ કરી વ્યસનની ટેવના કારણે લગ્ન જીવનમાં સમસ્યા સર્જાય છે. અને લગ્ન જીવન તૂટવાને આરે આવી જાય છે. અને તેમના મિત્રોને ઘરમાં લાવીને વ્યસન કરવા જોઈએ નહીં એવી સમજ આપી હતી. ત્યારબાદ પતિએ પરણિતા પાસે માફી માંગી હતી તેમજ વ્યસન નહિ અને તેમનાં મિત્રોને ઘરમાં લાવશે નહીં અને ફરી ઝગડો ન કરવાની ખાતરી આપી હતી.જેથી પિડીતાએ તેમનાં પતિને એક મોકો સુધારવાની તક આપવી હોવાથી સ્થળ પર સમાધાન કરાવેલ છે. જેથી 181 ની ટીમનો પરિણિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *