ડોલવણના ઉમરકચ્છ ગામેથી જુગાર રમતા બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૩૦/૦૯/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી એલ.સી.બી. તાપી તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવુતિ શોધી કાઢવા પ્રયત્નો ચાલુ હોય દરમ્યાન સાથેના હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, “ઉમરકચ્છ ગામમાં નહેર ફળીયામાં આવેલ હરસીંગભાઇ લાલસીંગભાઇ ચૌધરીનાઓના ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો ગોળ કુંડાળુ કરી પૈસાથી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઇ. શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) હરસીંગભાઇ લાલસીંગભાઇ ચૌધરી ઉ.વ.૬૮ રહે.ગામ- ઉમરકચ્છ નહેર ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૨) જીગ્નેશભાઇ દુર્લભભાઇ પટેલ ઉ.વ.૪૫, રહે.પેલાડ બુહારી પટેલ ફળીયુ તા.વાલોડ જી.તાપી ગેરકાયદેસર રીતે પત્તા પાના ઉપર રૂપીયા વત્તી જુગાર રમતા જુગારના દાવના રૂપીયા ૪૫૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતીના રૂપીયા ૭,૮૯૦/- તથા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ- ૪ કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ્લે ૯૭,૩૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી તથા હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હે.કો. મહાવીરસિંહ નીરૂભા, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન, અ.પો.કો. હસમુખભાઈ વિરજીભાઈએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *