રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાપીની વ્યારા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠકો ફાળવણી પ્રસિધ્ધ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૯- રાજ્ય ચૂંટણી આયોગે તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો આદેશ અનુસૂચિ-૨ મુજબ પ્રસિધ્ધ કર્યો છે.

વ્યારા નગરપાલિકાની સને ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ કુલ વસતિ ૩૯૭૮૯, કુલ વોર્ડની સંખ્યા- ૦૭, કુલ બેઠકોની સંખ્યા-૨૮, કુલ સ્ત્રી બેઠકો-૧૪, અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા -૦૧ (તે પૈકી ૦ બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રીઓ માટે અનામત ) અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા- ૦૯ (તે પૈકી ૪ બેઠકો અનુસૂચિત આદિજાતિ સ્ત્રીઓ માટે અનામત ) પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા – ૦૫ (તે પૈકી ૨ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ માટે અનામત) કુલ અનામત બેઠકો -૨૩ અને સામાન્ય બેઠકો- ૦૫ રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
