તાપીના પશુપાલકો તથા સહકારી મંડળીના સભ્યોએ ૧૭ હજાર પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાનશ્રીને સંબોધીને હજુ ૬ લાખ ૬૦ હજાર પોસ્ટકાર્ડ લખશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮, તાપી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો છે. સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે. ધી સુરત ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લીના તાપી જિલ્લાના ખેડૂતો–પશુપાલકોએ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજી ૧૭ હજાર જેટલા પત્રો લખી એકત્ર કર્યા હતા.
વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવવા તથા રોજગારી તકો ઉભી કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઇ છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજતેરમાં સ્વદેશી – વોકલ ફોર લોકલ- વિદેશથી કૃષિ – દૂધ પ્રોડકટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનશ્રીના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણયથી લાભાન્વિત થનારા તાપીના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યકત કરીને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યકત કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઈનીશીએટિવ્ઝ, જી.એસ.ટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યાર સુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનશ્રીને ૧૭ હજાર પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
