માંગરોળ પોલીસે કોસાડી ગામે રેડ કરતાં ચારસો કીલો ગૌમાંસ અને ચાર જીવતી ગાયો ઝડપી પાડી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ પોલીસની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી, ત્યારે માંગરોળના પી.એસ.આઈ. પરેશ આઇ.નાયીને બાતમી મળી કે તાલુકાનાં કોસાડી ગામે ગાયોની કતલ થઇ રહી છે.
પી.એસ.આઈ. નાયીએ પેટ્રોલીંગ કરતી ટીમને પોલીસ મથકે બોલાવી કહ્યું કે કોસાડી થી લુવારા જતાં માર્ગ ઉપર કોસાડી ગામની સીમમાં આવેલ ગૌચરની જમીનમાં કોસાડીન ફેઝલ સુલેમાન સુરીયા અને મોહમદઅલી કોતરનાઓ ગાયની કતલ કરનાર છે, જેથી પોલીસ ટીમ બાતમીવાળા સ્થળે પોહચી હતી, જ્યાં ટોર્ચની લાઈટ મારી જોતાં ચાર જેટલાં શખ્સો છરા વડે ગાયની કતલ કરી કટીંગ કરતાં નજરે પડ્યા હતા,પોલીસને જોઈ આ શખ્સો ભાગવા લાગ્યા હતા,પોલીસ એમની પાછળ દોડી હતી,પણ અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા,પોલીસે સ્થળ પરથી ચારસો કીલો મટન જેની કીમત ચાલીસ હજાર રૂપિયા અને ચાર જીવતી ગાયો બાંધેલી હતી જેની કીમત ચાલીસ હજાર રૂપિયા, તથા નવસો રૂપિયાની કિંમતના મટન કાપવાના સાધનો મળી કુલ એસી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત બે શખ્સો સામે માંગરોળ પોલીસે એફ.આઇ.આર. દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.