વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગમાં નવલી નવરાત્રીની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગમાં “નવલી નવરાત્રી” ની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી. આ કાર્યક્રમના માર્ગદર્શન માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી તથા સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબ પ્રેરણાથી આ કાર્યક્રમની શરૂઆત અંબે માતાજીની આરતીથી કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં રંગીન અને સાંસ્કૃતિક લોકગીતો સાથે ગરબા રમીને સમગ્ર વાતાવરણને માણનીય બનાવ્યું. નવલી નવરાત્રીના આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપતાં શ્રેષ્ઠ પરિધાન, શ્રેષ્ઠ નૃત્ય તથા જૂથ પ્રસ્તુતિઓમાં ભાગ લીધો. આ ઉજવણીમાં વિભાગના વિદ્યાર્થીઓ, સંશોધનાર્થી વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થી તેમજ સર્વ અધ્યાપકોની ઉપસ્થિતિ રહી. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. દિક્ષીતીબેન પટેલ તથા ડૉ. જિતેન્દ્ર વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને આવાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સામાજિક એકતા, પરંપરા અને જીવનમૂલ્યોને જીવંત રાખવાની પ્રેરણા મળે છે એમ જણાવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
