“સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લામાં વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા
ગામજનોએ સ્વચ્છતા જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીના સંકલ્પ સાથે શ્રમદાન કર્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી શરુ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાના ગામે ગામ વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજ રોજ તાપી જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો, આંગણવાડીઓ, શાળાઓ તથા જાહેર સ્થળોએ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ, ગ્રામ આગેવાનો તથા તાલુકા અને ગામ પંચાયતોનો સ્ટાફ, આગણવાડી બહેનો, ગામના નાગરિકો સૌએ મળીને પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે શ્રમદાન આપી સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
નોંધનીય છે કે,આ અભિયાનનો મુખ્ય હેતુ ગામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ પર્યાવરણ સર્જવું તેમજ નાગરિકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી વિકસાવવી, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની જવાબદારી અંગે સંદેશ આપવાની સાથે સાથે આ અભિયાન દ્વારા સ્વચ્છ ગામ, સ્વચ્છ તાલુકો, સ્વચ્છ જિલ્લો અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો ઉમદા સંકલ્પ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
