નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી ના માધ્યમથી 9 થી 12 ધોરણના વિધાર્થીઓમાં science, technology, engineering and maths (STEM) ક્ષેત્રમાં જ્ઞાન માં અભિરુચિ સાથે અભિવૃદ્ધિ થાય તેવા પ્રયાસો થી સતત ચોથી સૌથી મોટી નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 નું 2025 નું ભવ્ય મોટા ઇનામોના પુરસ્કાર સહિત ઑનલાઇન ragistration ની શરૂઆત કરવામાં આવી છે . આ સ્પર્ધા તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ ઑનલાઇન અને ઓફલાઈનથી પ્રથમ દસ શ્રેષ્ઠ સ્પર્ધકો ને ઇનામો થી નવાઝવામાં આવે છે . આ સ્પર્ધા બે ભાષામાં ગુજરાતી, ઇંગ્લિશ ભાષામાં થનાર છે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારની શાળા ના બાળકો વ્યાપક રીતે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે તેથી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી ના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા પ્રચાર પ્રસાર સાથે શિક્ષણ વિભાગ ના કમિશનર ઓફ સ્કૂલ,જિલ્લા સમાહર્તા, જિલ્લા શિક્ષણાધિકારી ના પરિપત્રો ના માધ્યમથી દરેક માધ્યમ ની દરેક બોર્ડ ની જિલ્લા ની તમામ શાળા ના ધોરણ 9 થી 12 બાળકો ને ફરજિયાત STEM 4.0 માં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માટે સમગ્ર તાપી જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ના અથાક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે તેથી જિલ્લામાં એક અનેરો ઉત્સાહ સાંપડ્યો છે તેથી સૌથી વધુ બાળકોનું registration Link માં થાય તેવી આશા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. http:://stemquiz.gujarat.in પર કરી શકાય. વધુ માહિતી માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રચારક પ્રકાશ ચૌધરી, રણજીત ગામીત, નિપૂના ચૌધરી 8141445040, 9354284080, 9825323128 નો સંપર્ક કરવાનો રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
