ઈનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા તરુણાવસ્થા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તરુણીઓ અને વિદ્યાર્થીનીઓનાં શારીરિક ફેરફાર અંગે જાગરૂકતા કેળવાય તે હેતુસર ઈનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા તથા સ્ટેશન શાળા નંબર 22 ખાતે માર્ગદર્શન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડો. ભૂમિ દવે દ્વારા વિદ્યાર્થીનીઓને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવી હતી. આ સાથે સેનેટેરી પેડસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *