સેન્ટર એફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી કેન્દ્ર દ્વારા સ્વચ્છોત્સવ ૨૦૨૫ની જુના આમલપાડા ગામે ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર એફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી કેન્દ્ર દ્વારા સ્વચ્છોત્સવ 2025ના આયોજન રૂપે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ ગામ જૂના આમલપાડા ખાતે “સ્વચ્છતા જ સેવા છે.” આ સૂત્રને ધ્યાને રાખી તા: ૨૦ સપ્ટેમ્બર 2025ના રોજ તાપી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. પરમ પૂજનીય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતુ કે “સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત” સપનાને સાકાર કરવા માટે સદર આયોજન કરવામાં આવેલ હતુ સદર ઉજવણી કાર્યક્રમમા જુના આમલપાડા ગામના ૮૦ જેટલા માછીમારો અને નાગરિકો ક્રૃષકો ગ્રામ્યજનો સામેલ થયા હતા. સદર કાર્યક્રમ દરમિયાન બધા જ ગ્રામ્યજનો પાસેથી સ્વચ્છતા બાબતે શપથ પણ લેવામાં આવી હતી “મારૂ ગામ મારૂ ગૌરવ” સપનાને સાકાર કરીશું આ આશ્વાસન સાથે સદર કાર્યકમ સફળતાપુર્વક પુર્ણ થયું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *