મિશન લાઇફ અંતર્ગત વ્યારા ખાતે યોજાનાર વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો શુભારંભ

Contact News Publisher

૧૧ અને ૧૨ ઓક્ટોબરના રોજ ૧૦ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન: તાપીવાસીઓને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા અપીલ

માહિતી કચેરીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @infotapigog ઉપર આપેલી લિંકથી રજીસ્ટ્રેશન કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭ સપ્ટેમ્બર, તાપી વહીવટી તંત્ર દ્વારા મિશન લાઈફ અભિયાન અંતર્ગત સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુલાગીયાએ આગામી ૧૧ અને ૧૨ ઓક્ટોબરના રોજ યોજાનાર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રશન પ્રક્રિયાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.

૧૧ ઓક્ટોબરના રોજ વ્યારાના સયાજી મેદાન ખાતે રસ્સા ખેંચ, ચાઇલ્ડ મેરેથોન, કોથળા દોડ, લીંબુ ચમચી, રંગોળી સ્પર્ધા, વાંસની વસ્તુઓ બનાવવાની સ્પર્ધા, મિલેટ્સમાંથી વાનગી બનાવવાની સ્પર્ધા, વારલી વોલ પેઇન્ટિંગ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાશે. જ્યારે વ્યારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે ૬ થી ૧૧ ઓકટોબર દરમિયાન બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. ૧૨ ઓક્ટોબરના રોજ વ્યારાના જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પરથી રન ફોર લાઈફ (મેરેથોન) યોજાશે.

મિશન લાઈફ અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણને સુરક્ષિત રાખવું તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી વિકસાવી લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા અને ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ સંદેશનો વ્યાપક પ્રચાર કરવાનો છે.

તાપી વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં ભાગ લઈને આ અભિયાનને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશનની લિંક જિલ્લા માહિતી કચેરીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @infotapigog ઉપર અપલોડ કરવામાં આવી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *