“૮મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫”નો પ્રારંભ બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭. વાલોડ તાલુકાના બુહારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે “પોષણ માહ-૨૦૨૫” અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે વિવિધ તપાસણી કેમ્પનું ઉદ્ઘાટન ૧૭૦- મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોઢીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને આયુષ વિભાગ અંતર્ગત આ પખવાડીયામાં વિવિધ નિરામય કેમ્પ આયોજિત થનારા છે જેની શુભ શરૂઆત બુહારી ખાતેથી કરવામાં આવી હતી. નિરામય ગુજરાત અંતર્ગત હાઈપરટેન્શન, ડાયાબીટીસ, કેન્સર, માનસિક રોગ, કિડનીની બીમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ, હૃદય રોગ જેવા રોગોનું સ્ક્રીનીંગ અને નિદાન સમગ્ર જીલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર તેમજ સામુહિક કેન્દ્રો પર આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મહિલાઓના આરોગ્ય અને પોષણ વિષયક જનજાગૃતિ લાવવા માટે યોજાતા આ અભિયાનનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મ દિન નિમિતે શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન ૨ ઓક્ટોબર સુધી ચલાવવામાં આવનારું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
