માંગરોળ : તરસાડીમાં કોરોનાં વાઇરસનો કેસ નોંધતાં DDO એ બે સોસાયટીઓને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કર્યા

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં આવેલ સંજય નગર અને અવધૂત નગર વિસ્તારોને સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હીતેશ કોયા એ બીજું જાહેરનામું પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી, આ વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

ગઈ કાલેજ સંજય નગરમાં એક મહીલા અમદાવાદથી આવી હતી, એનો ટેસ્ટ કરાવતાં કોરોનાં વાઇરસ પોઝીટીવ રીપોર્ટ આવતાં, આ મહીલાને સારવાર માટે સુરતની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, સાથે જ એનાં પરિવારજનોને હોમકોન્ટાઇન કરવામાં આવ્યા છે, ત્યારે સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા એ સંજયનગર અને અવધૂત નગર વિસ્તારોમાં નોવેલ કોરોનાં વાઇરસનું સંક્રમણ અટકાવવા અને સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવું જરૂરી હોય ,ઉપરોક્ત વિસ્તારોને કોરોનાં વાઈરસનું સંક્રમણ અટકાવવા જાહેર આરોગ્યહીત હેતુસરની ક્લસ્ટર કન્ટેઈમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે, આ વિસ્તારનાં લોકોને ઘરમાજ રહેવા તેમજ આવશ્યક ન હોય તેવી તમામ અવર જવર બંધ કરાવવા જાહેરનામામાં જણાવાયું છે, આ જહેરનામનો ભંગ કરનારા સામે પોલીસ આઇ.પી.સી. ૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other