TET ફરજિયાત બનાવવાના નિર્ણયની સામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાપી દ્વારા PMOને સઃબોધીને આવેદનપત્ર આપ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : TET ફરજિયાત બનાવવાના નિર્ણયની સામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાપી દ્વારા PMOને સઃબોધીને આવેદનપત્ર આપ્યું હતું. જેમા જણાવાયું છે કે, તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET), સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરવા અંગે આપેલા નિર્ણયથી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આ નિર્ણયના કારણે દેશભરના લાખો શિક્ષકોની સેવા-સુરક્ષા તથા આજિવિકા સંકટમાં મુકાઈ છે. એ.બી.આર.એસ.એમ. ની માનનીય પ્રધાનમંત્રીશ્રીને આ વિષયમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
