આખા ગામને શિખામણ આપતી રાજય સરકારના વિભાગમાં જ દીવા તળે અંધારૂ !!

ફાઈલ તસ્વીર

Contact News Publisher

સુરત જિલ્લામાં ફાયર સ્ટેશન બનાવવા માટે જિલ્લા પંચાયતના ઠાગાઠૈયા

ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવા તેમજ બનાવવા માટે સને ૨૦૧૭ થી વિપક્ષની માંગણી

જિલ્લામાં કોઈપણ સ્થળે આગ લાગે ત્યારે SMC સુરતનાં ફાયર સ્ટેશન ઉપર નિર્ભર રહેવુ પડે છે : દર્શન નાયક

 

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : શહેરના છેવાડે આવેલા સરથાણા વિસ્તારમાં તક્ષશીલા ્આર્કેડની ભાયવહ આગ હોનારત બાદ ચો તરફથી પસતાળ પડ્યા બાદ રાજય સરકારે ફાયર સેફ્ટી વિનાની સ્કુલો, ટ્યુશન કલાસીસો, કોમ્પલેક્ષો અને મોલને નિશાન બનાવી રાજયભરમાં મહાઅભિયાન ચલાવ્યું હતું. એ અભિયાન પણ હવે થાળે પાડી દેવામાં આવ્યું છે ત્યારે આખા ગામને શિખામણ આપતી રાજય સરકારના હસ્તકના સુરત જિલ્લા પંચાયતના ઘરમાં જ દિવા તળે અંધારૂ છે. વિપક્ષ દ્વારા સને ૨૦૧૭થી જિલ્લામાં ફાયર સ્ટેશનની જગ્યા અને      ફાયર સ્ટેશન ઉભું કરવા રજુુુઆત કરવામાં આવી છે, જો હાલમા આગ લાગે તો છેક SMC સુરતથી ફાયરની મદદ માગવી પડે . સને ૨૦૧૭ની ૩૦ માર્ચના રોજ જિલ્લા પંચાયતના  અભિયાસુ અને દિર્ધદ્રસ્ટી ધરાવતા સદસ્ય દર્શન નાયકે આ મામલે તત્કાલિન સમયે જિલ્લા પંચાયતને ધનધોળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે જિલ્લામાં ફાયર સ્ટેશન બનાવવા માટે  માંગણીઓ દોહળાવવામાં આવી છે છતાંયે શાસકો દ્વારા નકારાત્મા પ્રત્યુતર પાઠવી ફાયર સ્ટેશનની જમીન કે ફાયર સ્ટેશન બનાવવા માટેની વાતનો છેદ ઉડાડતા આવ્યા છે.

સુરતની સરથાણા તક્ષશીલા આર્કેડમાં ખેલાયેલા અગિન્કાંડની ઘટનામાં ૨૨ જેટલા માસુમ નિર્દોષ વિદ્યાર્થીઓનેે જીવતા ભુંજાય ગયા હતા આ ભયાનક ઘટનાના પ્રત્યાધાતો ગુજરાત રાજય નહી પરંતુ દેશભરમાં પડ્યા હતા. જેમાં સુરત શહેરની છબી ખુબજ ખરડાય હતી. જેની પાછળ માત્રને માત્ર તંત્ર જવાબદાર હોવાનું માંનવામાં આવે છે. એ કાંડમાં મુતકોને હજુ નયાય મળ્યો નથી. ઘટના બન્યા બાદ રાજય સરકારે તપાસના આદેશો આપ્યા હતા. પરંતુ આખા ગામને શિખામણ આપતી રાજય સરકારના તાબા હેઠળની સુરત જિલ્લા પંચાયતમાં દિવા તળે અંધારૂ હોવાનુ ફલિત થઈ રહ્યું છે સરકારના વહીવટમાં સીધો હસ્તક્ષેપ કરવો, સુરત જિલ્લાની સમૂદ્ર ગણાતી જિલ્લા પંચાયતના વિસ્તારમાં હજુ સુધી સરકાર દ્વારા નામ માત્રનું એક પણ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું નથી કે પછી  એના માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી નથી, સતત ત્રણ વર્ષથી વિપક્ષïના સદસ્ય દર્શન નાયક દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભાઅોમાં માંગ દોહરાવવામાં આવી રહી છેકે જિલ્લા પંચાયત દ્વારા ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા આગામી બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી છે કે કેમ પછી ફાયર સ્ટેશન માટે જિલ્લામાં કોઈ જમીનની પસંદગી કરવામાં આવી છે કે ખરી આવા સવાલો સાથે  ફાયર સ્ટેશન બનાવવા આજીજી કરવા છતાં જિલ્લા પંચાયતના શાસકો દ્વારા સત્તાવાર રીતે નકારમાં જવાબ આપવામાં આવી રહ્યા છે. જો સુરતની ઘટના બાદ રાજય સરકાર સફાળે જાગી કાર્યવાહી કરી શકતી હોય તો જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં  ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે.  ત્યાં કેમ નહી.?

 

ત્રણ વર્ષથી ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ કરી રહ્યો છુંઃ દર્શન નાયક

ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોમાં સ્વભંડોળનું સૌથુ મોટુ બજેટ ધરાવતી સુરત જિલ્લા પંચાયતના તંત્ર પાસે શાસકો છેલ્લા ત્રણ વર્ષથી ફાયર સ્ટેશન બનાવવા માટે રજુઆતો કરતો આવ્યો છે. જિલ્લાના માંડવી, કરંજ, પલસાણા, કડોદરા, દેલાડ, અોલપાડ, સિવાણ, સાયણ, કીમ અને માસમા સહિતના વિસ્તારોમાં જયારે જયારે ઉદ્યોગગૂહોમાં આગની ઘટના બનતી હોય છે ત્યારે સુરત મનપાના ફાયર સ્ટેશન ઉપર આધાર રાખવો પડે છે દુર દૂરના સ્થળે આગ બુજાવાની કામગીરી માટે રવાના કરવામાં આવેલા ફાયરના સાધનો ઘટના સ્થળે પહોîચે તે પહેલા ્આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટુ નુકશાન થતુ હોય છે જિલ્લા પંચાયત પાસે પોતાની જમીન હોવા છતાં નવીïન ફાયર સ્ટેશન બનાવવા માટે માંગ સ્વીકારવામાં આવતી નથી. એ શાસકોની નબડાઈ માનો કે પછી અણઆવડત. ફાયર સ્ટેશન નહી બને ત્યાં સુધી અમારી આ માટેની લડત ચાલુ રહેશે,

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other