વ્યારામાં 1962 એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા એક બીમાર બિનવારસી અબોલ પશુને પીડામાંથી મુક્ત કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં આજે બીન વારસી ખચ્ચરનાં પગ પર ઘણા સમયથી દોરી બાંધી દેવામાં આવી હતી. દોરીના લીધે આગળના પગે મોટો ઘા અને ભારે લોહિનો સ્ત્રાવ થઈ રહ્યો હતો. જેના લીધે ખચ્ચરને ખૂબ જ પીડા અને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. સ્થાનિકો દ્વારા ખચ્ચરને આ હાલતમાં જોતા 1962 એનીમલ હેલ્પલાઇન પર કોલ કર્યો હતો વ્યારાની કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ડો. કાર્તિક અને પાયલોટ કમ ડ્રેસર દિગંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને પશુને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી ૧૯૬૨ ટીમ દ્વારા પગ પર બાંધેલી દોરીને કાપી નાખી અને ઘાને ડ્રેસિંગ કરીને સારવાર આપી પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
આમ સમયસર અબોલ પશુને સારવાર મળવા બદલ સ્થાનિક લોકો દ્વારા ૧૯૬૨ ટીમ અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

