જામનગર જીલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાત વર્ષ અગાઉ નોંધાયેલ અપહરણના ગુનામાં આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીની ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી,એસ.પી. સોઢા એલ.સી.બી. તથા સાથેના અધિકારી/કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજમા હતા. દરમ્યાન સાથેના અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ઉચ્છલ તાલુકાના ઉચ્છલ ત્રણ રસ્તા પાસે આવેલ ૬૬ કે.વી. જી.ઇ.બી. ખાતેથી જામનગર જીલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ અપહરણના ગુનાના કામે ભોગ બહેન રહે.કાળા ભુગા, માંગીલાલ સરપંચની બાજુમાં,સિક્કા ગામ તા.જી.જામનગર મુળ રહે.રેગરોકા છોટાવાસ, જેતારણ જી.પાલી રાજસ્થાનને આરોપી- વિક્રમસિંહ ઉર્ફે મોતી રણજીતસિંહ રાઠોડ ઉ.વ.૩૦ રહે.ગામ-નુવા તા.રતનગઢ જી.ચુરુ રાજસ્થાનને પકડી પાડી તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી,એસ.પી. સોઢા એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડએ કામગીરી કરેલ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *