વ્યારામાં આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી ફોન ઉપર ટી.વી. તથા એ.સી.ની ખરીદી કરી, નાંણા નહીં ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનારને ગણતરીના કલાકમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી વ્યારા પોલીસ ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વ્યારા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ, વ્યારા પોલીસ સ્ટેશન મા નોંધાયેલ ફરીયાદ મુજબ શ્રી ગણેશ ઇલેકટ્રોનિકસના માલીક સંજયભાઇ ચંદ્રકાંતભાઇ સુર્યવંશી રહે.હરીપુરા, મેઇન બજાર, વ્યારા, તા.વ્યારાને વિશ્વાસમાં લઇ તેમની દુકાનમાંથી ૦૫-ટી.વી. તથા ૦૪-એ.સી. કિ.રૂ.૨,૧૧,૦૦૦/- સામાનની ખરીદ કરી તેનું પેમેન્ટ નહીં કરી, તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પો.ઇન્સ.શ્રી, બી.જી. રાવલે ગુનાના કામે ગયેલ મુદ્દામાલ તેમજ ગુનાને અંજામ આપનાર શોધી કાઢવા આપેલ સુચના તથા માર્ગદર્શન આધારે અ.હે.કો. નવરાજસિંહ જોરસિંહ તથા અ.હે.કો. કલ્પેશભાઇ જરસીંગભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇ તથા આ.પો.કો. વિજયભાઇ બબાભાઇએ આ ગુનાના કામે ગયેલ ૦૫-ટી.વી. તથા ૦૪-એ.સી. કિ.રૂ.૨,૧૧,૦૦૦/- ના ટેકનિકલ સર્વેલન્સના આધારે વાપી ખાતે ગયેલ હોવાની માહિતી મેળવી, વાપીના અગલ-અગલ વ્યક્તિઓની પુછપરછ કરી, ૦૪-ટી.વી. તથા ૦૩-એ.સી. કિ.રૂ.૧,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ દિલીપભાઇ હિરજીભાઇ ભાનુસાળી રહે.ચણોદા ગામ, તા.વાપી, જિ.વલસાડ પાસેથી રીકવર કર્યો હતો, ગુનાનો ભેદ ઉકેલતી વ્યારા પોલીસ ટીમ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) શ્રી બી.જી. રાવલ, પો.ઇન્સ., વ્યારા પો.સ્ટે.
(૨) શ્રી બી.બી. પરધને, પો.સ.ઇ., વ્યારા પો.સ્ટે.
(૩) અ.હે.કો. નવરાજસિંહ જોરસિંહ
(૪) અ.હે.કો. કલ્પેશભાઇ જરસીંગભાઇ
(૫) અ.પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇ
(૬) આ.પો.કો. વિજયભાઇ બબાભાઇ
(૭) અ.પો.કો. વિક્રમભાઇ પ્રેમાભાઇ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

