પાંચ માસથી નિભાવ ગ્રાન્ટ ન મળતા છાત્રાલય સંચાલકોને પારાવાર મુશ્કેલીઓ : વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય સંચાલક મંડળ દ્વારા મદદનીશ કમિશનરશ્રી તાપીને પત્ર પાઠવી સંચાલકોની વેદના વ્યક્ત કરી ગ્રાન્ટ ન આવી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.

તાપી જિલ્લામાં આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્રારા ગ્રાન્ટ ઈન એઈડ ૩૩ આદિજાતિ કુમાર/કન્યા છાત્રાલયો નોંધાયેલ મંડળો હસ્તક કાર્યરત છે જેમા કુલ ૫૦૦૦ આદિજાતિ બાળકોને ભોજન આપવા તથા અન્ય તકેદારી રાખવાની જવાબદારીઓ મંડળો નિભાવે છે આમ સમયસર નિભાવ ગ્રાન્ટ ન મળવાથી મંડળોને અનાજ, શાકભાજી, વિજળીબીલ, રાંધણ ખર્ચ તથા અન્ય ખર્ચ માટે પારાવાર તકલીફો વેઠવી પડે છે. નિભાવ ગ્રાન્ટ સમયસર ન મળવાને કારણે સંચાલક મંડળોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાચ મહિનાની નિભાવ ગ્રાન્ટ ન ચુકવવા છતા મંડળો દ્રારા બાળકોને પોષણક્ષમ ભોજન અને અન્ય સુવિધા આપવામાં ક્યારેય બાંધછોડ કરી નથી. આમ બાળકોના હિત ખાતર પત્ર મળેથી ગ્રાન્ટ ન આવી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી છાત્રાલયોને નિભાવ ગ્રાન્ટ તાત્કાલિક ચુકવવા વિનંતી કરાઈ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *