પાલણપોરનાં સ્મિત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરતનાં પાલણપોર ગામ ખાતે આવેલ સ્મિત રેસિડેન્સી સોસાયટીમાં ગણેશજીનાં મંડપ ખાતે સ્મિત યુવક મંડળનાં આયોજક જયકુમાર પટેલ દ્વારા તા: ૩૦/૦૮/૨૦૨૫નાં રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી ૦૭:૦૦ કલાક સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨ યુનિટ રક્ત એકત્ર થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલણપોર ગામ સ્થિત સ્મિત રેસિડેન્સીમાં સ્મિત યુવક મંડળ દ્વારા છેલ્લાં ૧૨ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. સ્મિત યુવક મંડળનાં આયોજક જયકુમાર પટેલ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન છેલ્લાં આઠ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ આ રક્તદાન કેમ્પમાં સોસાયટી ઉપરાંત આસપાસનાં રહીશો હોંશભેર રક્તદાન કરે છે. શ્રી ગણેશ મહોત્સવની ઉજવણી સાથે મંડળનું સામાજિક ઉત્તરદાયિત્વ ખૂબજ સરાહનીય રહ્યું છે.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

