વિજ બિલો માટે વીજ ગ્રાહકો પાસે પઠાણી ઉઘરાણી ન કરવા કોંગ્રેસની માંગ

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : કોરોના વાયરસની મહામરીમાં મુશ્કેલીમાં મુકાયેલા વીજ ગ્રાહકો પાસે વીજ બિલ ના નાણl મા ટે પઠાણી ઉઘરાણી ના કરવાની રજૂઆત માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ વીજ કચેરીના અધિકારી સમક્ષ કરી. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી રૂપસિંગભાઈ ગામીત  મહામંત્રી શાહબુદ્દીન ભાઈ મલેક સહિતના આગેવાનોએ માંગરોળ તાલુકા મથક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઇજનેર સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવ્યું કે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા મારફત અમે એવી વિગત જાણી છે કે તારીખ ૩૦મી સુધીમાં તમામ વીજ ગ્રાહકોએ વીજ બિલના નાણાં ભરી દેવાના રહેશે અને આ નાણા ભરવામાં જે ગ્રાહક વિલંબ કરશે એવા ગ્રાહકોને પેનલ્ટી ચૂકવવી પડશે સંદર્ભ માં અમારી માંગણી છે કે હાલના કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર તાલુકાના લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે વીજ ગ્રાહકો માટે સમયસર વિજ બિલના નાણા ભરવાનું ખૂબ મુશ્કેલ છે આવા સમયે વીજ કંપની પઠાણી ઉઘરાણી બંધ કરે અને કોઈપણ જાતના દંડનીય ચાજ વિના ગ્રાહકોને વીજ બિલ ભરવામાં સવલત કરી આપે તેવી અમારી માંગ છે અગાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ એ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી કોરોનાવાયરસ ની મહામારી ના સમય દરમિયાન ચાર માસના વિ જ માફ કરવાની માંગ કરેલ છે છતાં આ મુશ્કેલ સમયમાં ગ્રાહકોને વીજ બિલ માટે માનસિક ત્રાસ ન આપવામાં આવે એ બાબતનું ધ્યાન વીજ કંપનીઓના અધિકારીઓ રાખે તે જરૂરી છે. તારીખ ૩૦મી સુધીમાં ગ્રાહકોએ વીજ બીલ ભરી દેવા એવી જાહેરાત અમારી કચેરી દ્વારા કરવામાં આવી નથી માંગરોળ તાલુકા મથક વીજ કંપનીના ચીફ ઇજનેર ચૌધરીએ આ સદભમાં જણાવ્યું કે તારીખ ૩૦મી સુધીમાં વીજ બિલના નાણાં ગ્રાહકોએ ભરી દેવા અને ન ભરનાર ગ્રાહક વિરુદ્ધ લેટ ચાર્જ વસૂલવામાં આવશે તેવી કોઈ જાહેરાત અમારી કચેરી દ્વારા કરવામાં આવી નથી સોશિયલ મીડિયા ઉપર ના અહેવાલ ખોટા છે છેલ્લા બે દિવસથી અમારા કર્મચારીઓ વીજ મીટરનું રીડિંગ કરી રહ્યા છે અને બીલો આપી રહ્યા છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *