સાયણ સુગર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત મોટીવેશનલ સેમિનાર યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ સુગર પ્રાથમિક શાળામાં શનિવારનાં રોજ ‘બેગલેસ ડે’ અંતર્ગત ધોરણ- 6 થી 8 નાં બાળકો માટે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતનાં શ્રીમતી નીતાબેન ગામીત દ્વારા બાળકોને ‘તંદુરસ્ત જીવનશૈલી અંતર્ગત વિચારોથી પરિવર્તન’ વિષય પર નિ:શુલ્ક તાલીમ આપવામાં આવી હતી. જેમાં માનસિક મજબૂતી, એંગર કંટ્રોલ, યોગ્ય ખોરાક, ગુડ ટચ બેડ ટચ અને સ્ત્રી સશક્તિકરણ જેવાં વિષયો પર સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી નીતાબેન ગામીતે અંગત જીવનમાં કેટલાક સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે. જેનું ભાથુ તેઓ બાળકોને આપવા માંગે છે, જેથી સમાજમાં સારા વિચારો ફેલાય. એ માટે તેઓ નિ:શુલ્ક ઝુંબેશ ચલાવી રહ્યાં છે જે નોંધનીય બાબત છે. અંતમાં શાળાનાં આચાર્ય જગદીશચંદ્ર પ્રજાપતિએ શાળા પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other