સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૩. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ ખાતે કોલેજનાં આચાર્યશ્રી ડૉ. રાજેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કોલેજનાં અર્થશાસ્ત્ર અને કોમર્સ વિભાગ તથા સૂરત જિલ્લા સહકારી સંઘ, સૂરત (બારડોલી)નાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૮/૦૮/૨૦૨૫ થી ૨૩/૦૮/૨૦૨૫ દરમિયાન “યુવક સહકારી શિક્ષણ તાલીમ” વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તાલીમના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો હતો.

સોનગઢ કોલેજનાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને તાલીમની ફળશ્રુતિ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ તાલીમ માંથી મળેલા લાભો અંગે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા.

સૂરત જિલ્લા સહકારી સંઘ (બારડોલી) તરફથી ઉપસ્થિત ટ્રેનરશ્રી વિજયભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ, જિજ્ઞાશા અને કોલેજ પરિવાર તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કોમર્સ વિભાગનાં અધ્યાપકશ્રી નિલેશભાઈ ગામીતે આયોજનમાં સહકાર અને સફળતા બદલ સૌનો આભાર માન્યો હતો.

કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષશ્રી ઉમેશ જે. ચૌધરીએ કર્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *