અભયમ 181 મહિલા હેલ્પ લાઇન બારડોલી દ્વારા મહિલા નેતૃત્વ દિવસની આફવા ખાતે થયેલ ઊજવણી

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઊજવણીનું આયોજન કરવામાં આવેલ છે.  નારી વંદન ઉત્સવના ભાગરૂપે મહિલા નેતૃત્વ દિવસની આફવા ખાતે ઊજવણી કરવામાં આવી હત.  જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. અભયમ ટીમ દ્વારા મહિલાઓને અભયમ 181 મહિલા હેલ્પ લાઈનની કામગીરી બાબતે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોઇપણ મહિલા મૂશ્કેલી ના સમયે 181મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરી શકે છે.

શારિરીક, માનસિક, જાતિય સતામણી કે ઘરેલુ હિંસામાં મદદ મેળવી શકાય છે . બિનજરૂરી કોલ મેસેજ કે છેડતી, લગ્નજીવન ના વિખવાદો માં પણ કૉલ કરી શકાય. સરકાર ની મહિલા લક્ષી યોજનાઓની પ્રાથમિક માહીતી પણ 181 મહિલા હેલ્પ લાઇન નંબર માંથી મેળવી શકાય છે. આ ઊપરાંત સ્માર્ટ મોબાઈલ માં અભયમ એપ્લીકેશન ડાઉનલોડ કરી અભયમ સેવાઓ ઝડપથી મેળવી શકાય છે. આંગણવાડીમાં સ્તનપાન સપ્તાહ નિમિત્તે સુપોષણ, પોષણયુક્ત આહાર, સગર્ભા અને ધાત્રી માતાઓએ

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

આરોગ્ય સભાનતા અને જાગૃતી માટે ચર્ચા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *