વ્યારાના ઘેરીયાવાવ ગામમાં શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૦૩/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જેના ભાગરૂપે આજરોજ સાથેના હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહને ખાનગી રાહે સંયુકત બાતમી હકીકત મળેલ છે કે, “વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ગામમાં દાદરી ફળીયામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ આગણવાડીની દિવાલની બાજુમાં જાહેરમાં કેટલાક લોકો પૈસા વત્તી પાનાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી-(૧) સાઉલ ઉર્ફે સાવન બિલાભાઇ ગામીત, રહે.કસવાવ ડુગરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૨)સુરેશભાઇ ચેમાભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૩) બાબુભાઇ સીમરાભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી (૪) પ્રદીપભાઇ રાકેશભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૫) શંકરભાઇ રામજીભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૬) પિયુષભાઇ સરમુખભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૭) વિજયભાઇ ભીખુભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ ડુગરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૮) સુમનભાઇ બાબાભાઈ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૯) દિલીપભાઇ રણછોડભાઇ ગામીત રહે.ગામ-ઘેરીયાવાવ દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપીને ગેરકાયદેસર રીતે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા ૧૮૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા ૧૧,૬૯૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૩,૪૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, હે.કો.ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. બ્રીજરાજસિહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહ તથા પો.કો. રોનકભાઇ સ્ટીવન્સનએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *